બાયડ તાલુકાના સરસોલી ગામના ક્ષિતિજ ધીમંતભાઈ પટેલ જેવો એ તાજેતરમાં બી. સી. સી. આઈ આયોજિત સી. કે. નાયડુ અંડર – 25 ટુર્નામેન્ટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચંદીગઢ સામેની મેચમાં 198 રનની ઇનિંગ રમીને પોતાનું કૌશલ્ય બતાવી ગુજરાતને વિજય અપાવ્યો છે અને અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે ક્ષિતિજ પટેલને ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અભિનંદન પાઠવી રહ્યા છે