Publisher Theme
I’m a gamer, always have been.

સુરત:કામરેજ  તાલુકાના  કોળી ભરથાણા ખાતે  હરિ પ્રબોધમ યુવા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે

0 41

કામરેજના કોરી ભરથાણા ગામ ખાતે ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ૮૯માં પ્રાગટ્ય મહોત્સવ નિમિતે ગુરૂહિર પ. પૂ. પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં “હરિપ્રબોધમ યુવા મહોત્સવ” ૮ જાન્યુઆરીના રવિવારના રોજ યોજાવા જઈ રહ્યો છે.સવા લાખ જેટલા યુવાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈને સકારાત્મક ઊર્જા મેળવશે. સવા લાખ દીવડાઓ પ્રગટાવી કાર્યક્રમના અંતે આરતી કરવામાં આવશે…

શ્રી ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ દેશના અલગ અલગ વિસ્તારોમાં દર વર્ષે કરવામાં આવે છે. જેનો લાભ આ વખતે સુરતની ધરતીને મળ્યો છે……
આ કાર્યક્રમમાં સવા લાખથી પણ વધારે યુવાઓ હાજરી આપશે. યુવા મહોત્સવનો મુખ્ય હેતુ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન યુવાઓમાં ચારિત્ર્યનું નિર્માણ થાય, તેના આંખ અને કાન પોઝિટિવ રહે તથા યુવાઓમાં હકારાત્મકતા જાગે અને તેઓમાં જાગૃતિ આવે તેવી અલગ અલગ કલાકૃતિઓ અને ડ્રામા દ્વારા યુવાઓને સમજાવવામાં આવશે.

આ ઉપરાંત યુવાઓ માટે મહાપ્રસાદ એવો લાડુ ચોખ્ખા ઘીના ૧૨ ટન જેટલા લાડું બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહિતના મંત્રી તથા દેશના પ્રખ્યાત સ્વામી પરમાર્થ નિકેતન ચિદાનંદ મુનિજી હાજર રહેશે.

Leave A Reply

Your email address will not be published.