રીપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ થરાદ ઢીમા
વાવમાં સાયબર ક્રાઈમની ટીમે ઈન્ટરનેશનલ ફ્રોડ કરતી યુવક યુવતીઓની ટોળકી ઝડપી વાવના દિપાસરા ગામે સોલારમાં ટેન્ડર નાખવાના નામે મકાન ભાડે લઈ આંતરરાષ્ટ્રીય ફોડ કરતા સ્ટેટ બહારના ૬ યુવતી અને ૧૨ જેટલા યુવકોને સાયબર ક્રાઈમની ટીમે પકડયા છે. મળતી માહિતી મુજબ સરહદી વિસ્તાર નો વાવ તાલુકો એટલે પાકિસ્તાન અને ભારત ની બોર્ડર નો તાલુકો ગણાય છે. જ્યારે બોર્ડર વિસ્તાર હોઈ જો પરપ્રાંતીય કે વિદેશી લોકો આઠ આઠ મહિના બિઝનેસ ચલાવે કે રોકાય તો પણ સ્થાનિક તંત્ર ને ખબર નથી. ત્યારે વાત કરીએ તો જાણવા મળતી માહિતી મુજબ વાવ ના દિપાસરા ગામે મકાન ભાડે રાખી આ યુવક યુવતીઓ ની ટોળકી ઈન્ટર નેશનલ સાઇબર ફોડ કરતી હતી. જેને છેલ્લા આઠ મહિના બાદ આજે સાઈબર ક્રાઈમ ની ટીમે પકડી પાડી છે વહેલી સવારથી સાંજ સુધી આર આ સેલ ની ટીમે તપાસ કરતા ઘણી બધી વિગતો હજુ બહાર આવી નથી પણ તપાસ ચાલુ છે ૬ યુવતી અને ૧૨ યુવકો અને મોબાઈલ અને કોમ્યુટર નો જથ્થો પકડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આટલું મોટું કોલ રેકેટ ચાલતું હોય અને સ્થાનિક આગેવાનો અને તંત્ર અંધારામાં હોય ઉચ્ચ અધિકારીઓ આવીને સ્થાનિક તંત્રના કાન પકડીને બતાવે કે આ ફ્રોડ થઈ રહ્યું છે ત્યારે અહી ના સ્થાનિક નેતાઓને અને તંત્રને ખબર પડે કે અમારા વિસ્તારમાં વિદેશી લોકો ફોડ કરી રહ્યા છે જેથી ખરેખર સાબિત થાય કે સ્થાનિક આગેવાનો અને તંત્ર ને પોતાના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તે પણ ખબર નથી
