Publisher Theme
I’m a gamer, always have been.

યુવતીએ કહ્યું “મને એક તાંત્રિક અનુષ્ઠાન વિધિથી માલા ફેરવીને ઘરમાં એક વર્ષ સુધી કૈદ રાખવામાં આવી હતી 181 ની ટીમે કરાવી રિહા”

0 305

બનાસકાંઠા જિલ્લાના રણની કાંધીએ આવેલા એક ગામમાં છેલ્લા એક વર્ષથી ઘરમાં ગોંધી રાખેલી યુવતીને 181 અભિયમની ટીમે છોડાવી હતી.તાંત્રિક વિધીથી માળા ફેરવી એક વર્ષથી ઘરમાં ગોંધી રખી હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો હતો.યુવકે મળવા બોલાવવાના બ્હાને મારા ઉપર તાંત્રિક વિધાથી માળા ફેરવતાં ભાન ભૂલી તેના ઘરે જતી રહી હોવાની કેફિયત કહી હતી. જ્યાં એક વર્ષ સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. આ નિવેદનના આધારે બનાસકાંઠા 181 અભિયમની ટીમે તેણીને શખ્સની ચૂંગાલમાંથી છોડાવી હતી.

આ અંગે પાલનપુરના કાઉન્સલરે જણાવ્યું હતુ કે, નાનકડા ગામમાં રહેતી યુવતીના લગ્ન થઇ ગયા હતા. જોકે, તેણી કોલેજ કરતી હોવાથી તાલુકા સેન્ટરે અપડાઉન કરતી હતી. જે દરમિયાન તેની સબંધી મહિલાની સાથે હોસ્પિટલમાં ગઇ હતી. જ્યાં એક અજાણ્યા યુવક સાથે પરિચય થયો હતો. બંનેએ મોબાઇલ ફોન નંબરની આપ- લે કરી હતી. અને વાતચિત કરતાં હતા.

દરમિયાન આ શખ્સે તેણીને મળવા બોલાવી તાંત્રિક વિધીથી માળા ફેરવતાં યુવતી સુધબુધ ખોઇ બેઠી હતી. અને યુવક તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં એક વર્ષથી ઘરમાં ગોંધી રાખી હતી. કોઇની સાથે વાતચિત કરવા દેતો ન હતો. ઘરની બહાર પણ નીકળવા દેતો ન હતો. દરમિયાન આ યુવતીના એક સબંધીએ 181ને કોલ કરતાં મહિલા પોલીસ કોન્સસ્ટેબલ મિનાક્ષીબેન ઠાકોર સાથે આ યુવકના ઘરે ગયા હતા. અને યુવતીને તેની ચૂંગાલમાંથી છોડાવી હતી.

Leave A Reply

Your email address will not be published.