બનાસકાંઠા જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળની કારોબારી સભા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ ના પ્રમુખશ્રી પંકજભાઈ મોદી ના અધ્યક્ષપણા હેઠળ અનંતરા ગ્રીન્સ હોટલ ડીસા મુકામે મળી.
આજરોજ બનાસકાંઠા જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળની કારોબારી સભા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ ના પ્રમુખશ્રી પંકજભાઈ મોદી ના અધ્યક્ષપણા હેઠળ અનંતરા ગ્રીન્સ હોટલ ડીસા મુકામે મળી.. જેમાં રાજ્યમંડળ ના ઉપપ્રમુખ રામભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા તલાટી મહામંડળ ના પ્રમુખશ્રી મહેશભાઈ ડેલ તેમજ મહામંત્રીશ્રી હેમંતભાઈ પંચીવાલા દ્વારા રાજ્ય મંડળ ની તારીખ 07/09/2021 ની કારોબારી સભામાં નક્કી થયેલ એજન્ડા મુજબ તલાટી મંડળની કુલ 1 થી 9 માગણીઓ પરત્વે રાજ્ય સરકારે અગાઉ 2018ના વર્ષમાં માનનીય નાણા મંત્રીશ્રી ના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી માં માગણી સ્વીકારવા માટે હૈયાધારણ આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તલાટી મંડળની માગણીઓ પ્રત્યે સરકારે અતિ દુર્લક્ષતા સેવી હોવાથી રાજ્ય મંડળ એ નક્કી કર્યા મુજબ તારીખ 13/09/2021 ને સોમવાર ના રોજ રાજ્યના તમામ જિલ્લા મથકોએ 12:00 કલાકે માનનીય કલેકટર સાહેબશ્રી તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. આ માંગો ન સ્વીકારાય ત્યાં સુધી નીચે મુજબના અલગ અલગ આંદોલન અંગેના કાર્યક્રમો માં જોડાવવા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ એ આજે જિલ્લા કારોબારીમાં સંમતિ આપી છે…
પોતાના હકની લડાઈ લડવામાં આ વખતે બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટીશ્રીઓ એક થયા છે અને રાજ્યમંડળ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમો તબક્કાવાર થશે તેવું બનાસકાંઠા જિલ્લા તલાટી મહામંડળ ના પ્રમુખશ્રી મહેશભાઈ ડેલ દ્વારા જણાવવામાં આવ્યું છે…