થરાદ તાલુકાના બનાસ બેન્કના ડિરેકટર શૈલેષભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના થરાદ તાલુકા ના મહામંત્રી ભરતસિંહ એલ રાજપૂતે રૂબરૂ મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી
આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના બનાસ બેન્કના ડિરેકટર અને જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે તેમના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા અલગ અલગ રીતે શુભેચ્છાઓ તેમજ ઉજવણી કરી હતી તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના થરાદ તાલુકાના મહામંત્રી ભરતસિંહ રાજપુતે રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મલુપુર ખાતે બ્લડ ડોનેશન નું આયોજન કરવા મા આવ્યુ હતું ત્યાર બાદ તાલુકાના અલગ-અલગ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ કરવામા આવ્યુ અને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ. તથા નાસ્તા નું વિતરણ કરવામા આવ્યુ હતું જેમાં તાલુકાના મહામંત્રી અભેરામભાઈ રાજગોર
, ઉમજીબા ચૌહાણ થરાદ , સેક્ટરી ભેમજીભાઈ પટેલ ,વિનોદભાઈ પટેલ ,સરપંચ એસોસિએશન પ્રમુખ કાળુંભાઈ પટેલ શૈલેષભાઈ ચૌધરી માંગરોળ જેહાભાઈ હડિયલ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.