ધાનેરાના સુખદેવપુરીજી મહારાજ ધામ વાલેર ખાતે પૂનમનો મેળો ભરાયો, ગ્રામજનોએ વાજતે ગાજતે મહારાજને નેજા ચઢાવ્યાં
ધાનેરા તાલુકાના વાલેર સ્થિત શ્રી સુંદરપુરીજી મહારાજ ધામ શિતોળા ધોરે કારતક સુદ પૂનમને દેવદિવાળી નિમિત્તે મેળો ભરાયો હતો. જેમાં 20 હજારથી વધુ લોકોએ દર્શન અને ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો.
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
વાલેર ધામના મહંત 1008 શ્રી સુખદેવપુરીજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા મેળામાં સંતો, મહંતો સહિત બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, ડીસા એપીએમસી ચેરમેન માવજી દેસાઈ, બનાસ બેંકના ચેરમેન સવસી ચૌધરી, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, જગદીશ પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વાલેર સહિત આસપાસના ગ્રામજનો વાજતે ગાજતે મંદિરે પહોંચી સુંદરપુરીજી મહારાજને નેજા ચઢાવ્યાં હતા. વાલેર ધામના મહંત શ્રી સુખદેવપુરીજી મહારાજે જિલ્લા સાંસદ સહીત માવજી દેસાઈનું સ્વાગત કરી આશીર્વાદ આપ્યાં હતાં.