અહીં ભર બજારમાં એક મહિલાએ ભારે તમાસો કર્યો હતો. જેના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. મહિલાએ શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાંથી વસ્તુઓ પણ બહાર ફેંકી હતી. બેફામ બનેલી મહિલાએ હંગામો કરતાં આસપાસના લોકોએ પોલસીને જાણ કરી હતી. જે બાદ પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રેમસંબંધ તૂટી જતા મહિલાએ હંગામો કર્યો ધાનેરામાં ભર બજારમાં મહિલાના તમાસાના દ્રશ્યો જોઇને સૌ કોઇ અચંબામાં પડી ગયા હતા. મહિલાએ બસ સ્ટેન્ડના ત્રિકોણીયા શોપિંગ સેન્ટર પાસે પાણીપુરીની લારી ઉપર અને દુકાનમાંથી વસ્તુઓ બહાર ફેંકીને હંગામો કર્યો હતો. મહિલાનો પાણીપુરીવાળા યુવક જોડે પ્રેમસંબંધ તૂટી જતા મહિલાએ હંગામો કર્યો હોવાનો પોલીસનો દાવો છે. પ્રેમસંબંધ તૂટતા મહિલા ઉશ્કેરાઇ હતી અને યુવકને શબક શીખવાડવા માટે તેણે ભર બજાર હંગામો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. મહિલાએ દુકાનમાંથી વસ્તુઓ ભાર ફેંકી તમાસો કર્યો હતો. જોકે, પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.