સાણંદની શ્રીમતી રમીલાબેન બચુભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા પ્રથમ વર્ષમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે એનએસએસ ઓરિએન્ટેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં અમદાવાદ ગ્રામ્યના યુવા વિકાસ અધિકારી ડો. રાજન ચૌહાણ એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ કેમ્પ દરમિયાન કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે તથા તેમણે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકે મેળવેલા તેમના અનુભવોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને એનએસએસ માં જોડાયેલા વિદ્યાર્થીઓ પોતાનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકે તેની ચર્ચા કરી હતી.
આ ઉપરાંત સિલ્વર ઓક યુનિવર્સિટીના એનએસએસ કો.ઓર્ડીનેટર શ્રી મહેન્દ્ર સોલંકી કે જેઆે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રહી ચૂક્યા છે, તેમણે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને નિયમિત પ્રવૃત્તિઓ તથા ગ્રામ વિકાસ તથા રાષ્ટ્ર વિકાસમાં વિદ્યાર્થીઓ પોતાનો ફાળો કેવી રીતે આપી શકે તેની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.રશ્મિતા રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વયંસેવક ગોસ્વામી હિરલ દ્વારા પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્ર ગુલાણી અને કુલદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.