ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 5 દિવસ માં સારો વરસાદ પડ્યો છે ત્યારે ડીસા માં વરસાદ ના લીધે અનેક મુખ્ય માર્ગો ઉપર ખાડા પડી ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયું હતું જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ખાડાઓ પુરી અને વેક્યુમ દ્વારા ભરાયેલ પાણી નો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ રોગચાળો ના ફેલાય તે માટે જંતુનાશક દવાઓ નો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે

ડીસા નગરપાલિકા ના પ્રમુખ રાજુ ઠક્કર દ્વારા શહેર માં છેલ્લા 5 દિવસ માં પડેલ વરસાદ ના લીધે લોકો ને કોઈ તકલીફ ના પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એક પછી એક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ચોમાસામાં મચ્છરો ના લીધે રોગચાળો ના ફેલાય તે માટે ગઈકાલે શહેર ના હાઇવે ઉપર આવેલ વોર્ડ નંબર 3 ના વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને નગરજનો એ પણ પાલિકા પ્રમુખ રાજુ ઠક્કર ની કામગીરી ને બિરદાવી હતી.