બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા
- ચૂંટણી કંટ્રોલરૂમ પર મતદાનના દિવસે મતદારો મતદાન સંબંધિત ફરીયાદ નોંધાવી શકશે
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત સામાન્ય/ પેટા ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરની અખબારી યાદી તા.૨૨/૧૧/૨૦૨૧ થી મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે.સંબંધિત ગ્રામ પંચાયત વિસ્તારની ચૂંટણીઓમાં મતદાનના દિવસે મતદારોને મતદાન સંબંધિત કોઇ ફરીયાદ હોય તો જિલ્લામાં કલેકટર કચેરી, બનાસકાંઠા, પાલનપુરની ચૂંટણી શાખા ખાતે તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે. આ કંટ્રોલ રૂમના નંબરો ઉપર મતદારો તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ મતદાનના દિવસે પોતાની ચૂંટણી સંબંધી ફરીયાદો નોંધાવી શકશે. જેની સંબંધિત ગ્રામ પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારના મતદાન વિભાગના તમામ મતદારો તથા જાહેર જનાતાએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
– જિલ્લાકક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ નંબર
૧ બનાસકાંઠા-પાલનપુર ૦૨૭૪૨-૨૬૦૭૯૧
તાલુકાકક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ નંબર
અ.નં. તાલુકાનું નામ કંટ્રોલરૂમ નંબર
૧ પાલનપુર ૦૨૭૪૨-૨૫૭૨૬૧
૨ વડગામ ૦૨૭૩૯-૨૬૨૦૨૧
૩ દાંતા ૦૨૭૪૯-૨૭૮૧૩૪
૪ અમીરગઢ ૦૨૭૪૨-૨૩૨૧૭૬
૫ ડીસા ૦૨૭૪૪-૨૨૨૨૫૦
૬ કાંકરેજ ૦૨૭૪૭-૨૩૩૭૨૧
૭ દિયોદર ૦૨૭૩૫-૨૪૪૬૨૬
૮ લાખણી ૦૨૭૪૪-૨૫૬૧૧૧
૯ ધાનેરા ૦૨૭૪૮-૨૨૨૦૨૪
૧૦ દાંતીવાડા ૦૨૭૪૮-૨૭૮૦૮૧
૧૧ થરાદ ૦૨૭૩૭-૨૨૩૬૭૫
૧૨ વાવ ૦૨૭૪૦-૨૨૭૦૨૨
૧૩ સૂઇગામ ૦૨૭૪૦-૨૨૩૬૪૨
૧૪ ભાભર ૦૨૭૩૫-૨૨૨૬૭૭