- પ્રથમ શ્રીમદ્ ભાગવત ગીતા ગ્રંથનું પૂજન કરી, ત્યારે બાદ દીપ પ્રાગટય કરવામાં આવ્યું

તારીખ ૧૬/૧૨/૨૦૨૧ને ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા મુકામે અદ્વૈત આર્ટ્સ કોલેજમાં સંકુલના સંચાલક શ્રી મનોજભાઈ દવેની અનુમતિથી અને કૉલેજના I/C પ્રિન્સીપાલ ભાવેશભાઇ વાણિયાના માર્ગદર્શન હેઠળ ગીતા જ્યંતિ ઉજવવામાં આવી, આ કાર્યક્રમમાં સૌ પ્રથમ શ્રીમદ્ ભાગવત ગીતા ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું ત્યારે બાદ દીપ પ્રાગટય કરવામાં આવ્યું,
સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર વિપુલ વ્યાસ તથા નવીન જોશી દ્વારા શ્લોકોનું પઠન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓ ભજન, વક્તવ્ય તથા શ્લોકનુ ગાન કરી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, કોલેજ IC પ્રિન્સિપાલ ભાવેશ વાણિયાએ પ્રસંગ ને અનુરૂપ વ્યાખ્યાન આપ્યું હતું અને સંકલના સંચાલક મનોજ દવેએ આખો ગીતા સાર કહ્યો હતો, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના આસિ.પ્રોફેસર મયુરભાઈ વ્યાસે કર્યું હતું અને કાર્યક્રમની આભારવિધી મનોવિજ્ઞાનના આસિ.પ્રોફેસર ડો.વિશ્વજીતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી છે, કાર્યક્રમમાં ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર હાર્દિક પ્રજાપતિએ પણ સક્રિય ભૂમિકામાં હતા, કાર્યક્રમમાં 160 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.