ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને અણિયાદ ગામમાં ચૂંટણી પ્રચાર નો ધમધમાટ શરૂ 19 ડિસેમ્બર ના રોજ યોજાનાર ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને ગ્રામ્યજનો માં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે .જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્ય બનવા માંગતા ઉમેદવારો એ ચુંટણી ની તારીખ નજીક આવતા ચુંટણી નો પ્રચાર ફૂલ જોષ થી શરૂ કર્યો .જેમાં અણિયાદ ગામના ઉમેદવાર ગંગાબેન હિતેશકુમાર રાઠોડ તેંમજ સમસ્ત ગ્રામ જનો દ્વારા ડોર ટુ ડોર જઈને પ્રચાર કરવાની રણનીતિ અપનાવી છે.તેમજ અણિયાદ ગ્રામપંચાયત ઉમેદવાર ના પ્રચાર માટે બાઈક રેલી કાઢવામાં આવી હતી.