Publisher Theme
I’m a gamer, always have been.

કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

0 33
  • લોકોએ મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

પ્રાપ્ત વિગતો અનુસાર તામિલનાડુ ના કુત્રુરમાં ભારતીય વાયુ સેનાનું હેલિકોપ્ટર ક્રેઝ થતાં 13 લોકોના મોત થયા હતા જે હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત નું તેમજ તેમની પત્ની સહિત દુ:ખદ અવસાન થયું હતું જેને લઇને બિપીન રાવત સહિત આ દુર્ઘટનામાં શહિદ થયેલા તમામ વીર સપુતોને અરણીવાડા ગામના યુવાનો અને અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી

દુર્ઘટનામાં શહિદ થયેલા તમામ વીર સપુતોને ને મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી તેમજ બે મિનિટ નું મૌન પાળીને શ્રદ્ઘાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ ભારત માતાકી જય અને શહીદો અમર રહો ના નાદથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં સરપંચ શ્રી રામપ્રસાદ ઠક્કર તથા ડેપ્યુટી સરપંચ ઓબસિંહ સોલંકી પૂર્વ સરપંચ ભેમસિંહ સોલંકી તથા મનહરસિહ સોલંકી તથા લિલાભાઈ નાઈ તથા વિનોદભાઈ ઠકકર તથા માવસિંહ સોલંકી તથા મોન્ટુસિંહ સોલંકી તથા યુવા પત્રકાર કરશનસિંહ સોલંકી તથા પત્રકાર વિપીસિંહ સોલંકી તથા ભરતભાઈ દેસાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.