પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સૌ પ્રથમ પ્રગટ કરેલ “બનાસ જ્યોત” અંકનું દાંતીવાડા તાલુકા કક્ષાએ સી.આર. સી. વાઘરોળ ખાતે શિક્ષણાધિકારીશ્રીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું

આજરોજ તારીખ 14/ 12/2021ને મંગળવારના 8:30 કલાકે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સૌ પ્રથમ પ્રગટ કરેલ “બનાસ જ્યોત” અંકનું દાંતીવાડા તાલુકા કક્ષાએ સી.આર. સી. વાઘરોળ ખાતે તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રી ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું. તાલુકા ઘટક સંઘની કારોબારી મળી જેમાં તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત અખિલ ભારતીય પ્રાથમિક .શિક્ષક સંઘ , રાજ્ય અને જિલ્લા પ્રા.શિ.સંઘ ની સૂચના અન્વયે જૂની પેન્શન યોજના ચાલુ કરવા સંદર્ભે દાંતીવાડા ટીપીઇઓ શ્રીમતિ નિરૂબા રાજપૂત ને આવેદન પત્ર આપવામાં આવ્યું. શિક્ષક સંઘના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મીડિયા સેલના અધ્યક્ષશ્રી હરેશભાઈ દરજી, તાલુકા સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈ પરાડિયા, મહામંત્રી શ્રી સુભાષભાઈ પટેલ ,સિનિયર ઉપપ્રમુખ શ્રી મનુભાઈ પટેલ કોષાધ્યક્ષશ્રી બાબુલાલ જેગોડા ,તાલુકા મંડળીના ચેરમેન શ્રી રમેશભાઈ ગોહિલ ,જિલ્લા મિડિયા સેલ ના સભ્ય શ્રી હિતેશભાઈ મહેતા, પે. કેન્દ્રચાર્ય શ્રી પ્રવિણભાઈ કાપડીયા , તેમજ તાલુકા સંઘના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ , સી.આર.સી. કોઓ. અને શુભેચ્છક શિક્ષક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ આ સૌપ્રથમ સી. ડી. એસ. સ્વ. વિપિન રાવતજીને તેમજ કોરોના કાળમાં અવસાન પામેલા ગુરૂજીઓ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બનાસ જ્યોત અંક તમામ શાળાઓ સુધી પહોંચે અને જિલ્લા સંગઠન ની કામગીરી થી સૌ પરિચિત થાય તેવું આયોજન કરવામાં આવ્યું. તારીખ 27 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમ ની અંદર દાંતીવાડા તાલુકાની હાજરી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહે છે તે માટે જાણ કરવામાં આવી. જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે આગામી દિવસોમાં રાજ્ય સંઘ અને જિલ્લા સંઘ દ્વારા જે કોઈપણ કાર્યક્રમો આપવામાં આવશે તે માટે સંપૂર્ણ એકતા સાથે આગળ વધી હક્ક મેળવીને જ જંપીશું તેવી કટિબદ્ધતા દર્શાવવામાં આવી. વિદ્યા સહાયકોને એસપીએલ બાબતે થયેલ અન્યાય સત્વરે દૂર કરવા સંદર્ભે અને અન્ય અનેક માગણીઓને લઇ સંગઠન શિક્ષક હિત માટે લડત ચાલુ રાખશે તે બાબતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. ટી.પી.ઇ. ઓ શ્રી દ્વારા સંગઠન ના કાર્યો માટે પરસ્પર સહયોગ અને હકારાત્મક દૃષ્ટિ સાથે શિક્ષકો માટે સતત પ્રયત્નશીલ રહી ભ્રષ્ટાચાર મુક્ત કાર્ય કરવાની જાહેરમાં ખાતરી આપી હતી.

તાલુકા કક્ષા એ ઓનલાઈન સર્વિસ બુક ની કામગીરી પણ ખૂબ જ સુચારુ આયોજન પૂર્વક અને સત્વરે કામગીરી થવા બદલ તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને અભિનંદન પાઠવ્યા.
તેમજ જિલ્લા સંઘ ના યુવા ઉત્સાહી પ્રમુખ શ્રી સંજય ભાઈ દવે, મહામંત્રી શ્રી પ્રાગજીભાઈ પટેલ , કોષાધ્યક્ષ શ્રી મહિપાલસિંહ દેવડા ની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવતા સંગઠન ના વિવિધ કાર્યો ની સરાહના કરવામાં આવી. ઉચ્ચતર કેમ્પ, જી.પી. એફ.હિસાબો, શાળા સમય વધારા વિરોધ બાબતનું કાર્ય વગેરે થયેલ પરિણામ લક્ષી કાર્યો તમામ શિક્ષકો સુધી પહોંચે અને સંગઠન વધુને વધુ મજબૂત બને તેમાટે આગામી દિવસોમાં કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.ત્યાર બાદ બી.એલ. ઓ.ની માગણીઓ ને લઇ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી ખાસ રજૂઆત કરવામાં આવી.