જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વીર હરિષસિંહ પરમાર ને વીરપુરમાં વિરાજી ચોકડી અનેક ગામો ના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાજલી અર્પણ કરી અને મૌન પાડવામાં આવ્યું.જ્યારે કાંકણપુર જય હિન્દ સેવા મંડળ ના સભ્યો આતંકી હુમલામાં શહીદ થયેલા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વિર શહીદ હરિષસિંહ પરમાર ના ઘરે જઈને શ્રદ્ધાજલી અર્પી હતી.