હવે બાળક પેદા કરવાની ઘણી રીતો આવી ગઈ છે. બધું જ અપડેટ થઈ રહ્યું છે અને દુનિયા નવા જ મોડ પર જાણે જઈ રહી છે. ત્યારે તેનો તાજો દાખલો ગુજરાતમાં પણ જોવા મળ્યો છે
હવે બાળક પેદા કરવાની ઘણી રીતો આવી ગઈ છે. બધું જ અપડેટ થઈ રહ્યું છે અને દુનિયા નવા જ મોડ પર જાણે જઈ રહી છે. ત્યારે તેનો તાજો દાખલો ગુજરાતમાં પણ જોવા મળ્યો છે. વાત કંઈક એમ છે કે રાપર તાલુકાના મોરા ગામનાં 70 વર્ષનાં જીવુબેન રબારીએ લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો છે. આ વાત સાથે જ આખા ગુજરાતમાં ચર્ચા થવા લાગી છે.
વિગતે વાત કરીએ તો જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી સંતાન માટે ઝંખતાં હતાં અને આખરે તેની ઈચ્છા પુરી થઈ ગઈ છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. ભુજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી, જે થકી આખરે માતા બનવાની તેમની મનોકામના પૂરી થઈ હોવાનું કહેવામાં આવે છે.
આ ઉંમરે પિતા બનતાં પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ ‘લાલો’ રાખ્યું છે. જો નિષ્ણાતના મતે આઇવીએફ અને સરોગસી વિશે વાત કરીએ તો તેમનું કહેવું છે કે બંને ખાસ્સા અલગ છે. IVFમાં ગર્ભાધાન લેબમાં થાય છે, એ પછી એને માતાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. સરોગસીમાં લેબમાં કૃત્રિમ પદ્ધતિથી તૈયાર થયેલા ગર્ભને કોઈ બીજી મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.