દેશમાં બેમાફ મોઘવારીએ ભરડો લીધો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના રાક્ષસનું પુતળાદહન કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો. કોંગ્રેસ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા ભારે સૂત્રચાર સાથે પૂતળાનું દહન કર્યું
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતીના આગેવાનોએ મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા આ બાબતે પોલીસે કૉંગ્રેસી આગેવાનો ની ધરપકડ કરી હતી જયારે છેલ્લાં સાત વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. અને કોવિડ મહામારીથી વધારે ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં બેફામવધારો ઝીંકી રહી છે.

અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ રૂ.102 સુધી પહોંચી ચુક્યો છે. ઈંધણના ભાવવધારાથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલ-ગેસ ના ભાવમાં દિનપ્રતિદિન બેફામભાવ વધારાને પગલે તમામઆવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સામે ઉગ્ર વિરોધ વ્યકત કરવા પ્રદેશ કક્ષાની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આયોજિત ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન નો કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા ભારે સૂત્રચાર સાથે પૂતળાનું દહન કરતા ગામ માં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતો પોલીસે તમામ ઉપસ્થિત કાર્યકરોની અટકાયત કરી હતી.