પાલનપુર નો રોડ જાણે રોડ ઉપર ખાડા કે ખાડા ઉપર રોડ છે એજ નથી સમજાતું..ત્યારે
નગરપાલિકા દ્વારા રોડ ઉપરના ખાડાઓ ન પુરતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો….તેમજ યુવાનો દ્વારા એક અનોખો વિરોધ દર્શાવવા આવ્યો હતો. જેમાં
યુવાનોએ રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો વાવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો ..તેમજ યુવાનોનું કહેવું કે ખાડાઓમાં વૃક્ષારોપણ કરવાથી ખાડામાં કોઈ પડે નહીં અને પર્યાવરણનું જતન થાય.. આમ યુવાનોએ તંત્ર દ્વારા શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડા જલ્દી પુરવા માંગ કરી હતી..