થરાદ તાલુકાના જેતડા ગામના રાજપૂત સમાજ ના બે સગા ભાઈ
આર્મી ટ્રેનિંગ પૂરી કરીને માદરે વતન પરત ફરતા સમસ્ત જેતડા ગામ દ્વારા બાઈક રેલી નીકાળીને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ
આજે થરાદ તાલુકાના જેતડા ગામના ખેડૂત ઉકાજી માવાજી રાજપૂતના પુત્ર બંને સગા ભાઈઓ ભારત માતાની રક્ષા કાજે આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ ટેનિંગ મા ગયેલા ૬ મહિનાની ટ્રેનિંગ ઉધમપુર (જમ્મુ કાશ્મીર)મા પુરી કર્યા બાદ પોતાના માદરે વતન જેતડા ખાતે પરત ફરતા પુરા ગામે ધરણીધર પેટ્રોલીયમથી રામજી મંદિર સુધી ત્રણ કિલોમીટર ડીજે સાઉન્ડ સાથે બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું.ગામ લોકોએ બહોળી સંખ્યામાં સામૈયા સાથે બંને વિરલાઓનુ સન્માન કર્યું હતું.ત્યારબાદ જેતડા ગામે ગોગાજી મહારાજ અને કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરીને હિન્દુ શાસ્ત્રની વિધિ મુજબ દીપ પ્રગટાવીને નાની બાલિકાઓ દ્વારા જવાનોને કુમ કુમ તિલક કરીને તેમનું સન્માન કર્યુ હતું.ત્યારબાદ ગામના અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર,સાફો અને તલવાર દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.પઢીયાર પરિવાર દ્વારા અંબાજી માતાનો ફોટો અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું.જેમણે પોતાના બંને પુત્રોને દેશની રક્ષા માટે મૂક્યા સેવા બંને જવાનોના માતા-પિતાનું જેતડા ગામે સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય વખતાભાઈ રાજપૂત,માવાજી ભુવાજી,જેતડા અગ્રણી બનાસ બેંક સવજીભાઈ સાહેબ,મેહુલભાઈ ડોક્ટર,દેવજીભાઈ પઢાર,પરબતભાઈ ડેપ્યુટી સરપંચ,પ્રકાશભાઈ ઠાકોર દિનેશભાઈ ઠાકોર કેતનભાઇ રાવણા રાજપુત,મુકેશપુરી બાપજી,મહિપતસિંહ ચૌહાણ,મેહુલસિંહ વાઘેલા, રૂડાભાઈ એડું,ભરતભાઈ સોલંકી,જગતાભાઈ સિયોડ, કરસનભાઈ એડું,ડામરાભાઈ વેણ,રમેશભાઈ દેસાઈ, રાજેશભાઈ,રૂડાજી અછવાડીયા,રૂડાજી કુવાણા ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ સમસ્ત સંચાલન દાનસિંહજી રાજપૂત દ્વારા કરવામાં આવ્યુ હતું……