હિરલબેન ઠાકોર જે ઠાકોર સમાજ માં તેમજ ઉત્તર ગુજરાત માં સંગીત ક્ષેત્રે ખુબજ નાની ઉંમરે પોતાનું નામ રોશન કર્યું છે.જે સવપુરાં ગામના વતની છે.આ ગામ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું આ ગામ છે.અને એક જ ધ્યેય સાથે અને એક જ લક્ષ્ય સાથે સંગીત ક્ષેત્ર માં પ્રગતિ ના પંથે મહેનત કરીને પોતાના માતા પિતાનું તેમજ ઠાકોર સમાજ નું નામ ગુંજતું કર્યું છે. અને તેમનું પુરુ નામ હિરલબેન ભગવાનજી ઠાકોર છે, જે કાંકરેજ તાલુકા ના સવપૂરાં ગામના વતની છે. હિરલબેન ઠાકોર ને ખૂબ જ નાની ઉંમરથી જ સંગીત ક્ષેત્ર માં પ્રગતિ કરવાની જે ઈચ્છા હતી તે અત્યારે એમની મહેનત પ્રમાણે આગળ વધી પણ રહ્યા છે..અને આમ પણ એમના અનેક ગણા ગુજરાતી લોકગીતો પણ છે જે અત્યારે ઉતર ગુજરાત માં વખણાય પણ છે. ત્યારે માત્ર સંગીત ક્ષેત્રે જ નહિ પરંતુ તલવારબાજી પણ બહુ સારી રીતે ખેલે છે. અને અત્યારે સંગીત ની સાથે સાથે અભ્યાસ પણ કોલેજ ના પ્રથમ વર્ષમાં ચાલુ છે, પોતાના કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ માં પણ અનેક વાર તલવાર ફેરવતા જોવા મળ્યા છે. એટલે આમ પોતાની મહેનત થી ઠાકોર સમાજ નું, પોતાના ગામનું અને પોતાના માતા પિતાનું પણ નામ રોશન કર્યું છે. અને, માત્ર ને માત્ર 18 વર્ષ ની ઉંમરે પોતાનું નામ ઉત્તર ગુજરાતમાં ગુંજતું કર્યું છે જે પોતાના માતા પિતા અને ઠાકોર સમાજ માટે એક ગૌરવ ની વાત ગણાય..