Publisher Theme
I’m a gamer, always have been.

થરાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ જગ્યાનો અભાવ હોવાના કારણે દર્દીઓને મુશકેલી પડી રહી છે

0 18

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ મથકનું શહેર ગણાતું થરાદ ખાતે સિવિલ હોસ્પિટલ આવેલું છે ત્યારે આ હોસ્પિટલમાં થરાદ,વાવ,સુઇગામ તાલુકાઓના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ તદુપરાંત અડીને આવેલા ધાનેરા, ભાભર,દિયોદર,લાખણી સહિત રાજસ્થાનની બીમાર પ્રજા સારવાર લેવા થરાદની સિવિલ હોસ્પિટલમાં આવી રહી છે આથી હોસ્પિટલમાં જગ્યાના અભાવે સારવાર લેતા દર્દીઓની ભીડ સર્જાઈ રહી છે
બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ 2016ના સમયગાળા દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રીની સત્તામાં હતા તે સમયે તેઓના મત વિસ્તારની પ્રજા માટે મોટી ભેટ સ્વરૂપે રેફરલ હોસ્પિટલ માંથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેને સાતેક વર્ષનો સમય વીતવા આવ્યો છે પરંતુ આ હોસ્પિટલને માત્ર દરજ્જો જ મળ્યો છે પરંતુ હજુ સિવિલ હોસ્પિટલ માટેનું નવીન મકાન બાંધકામ નહિ મળતાં જગ્યાના અભાવે સારવાર લેવા આવતા દર્દીઓને મોટી મુશ્કેલી પડી રહી છે
સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ પૂરતા પ્રમાણમાં હોવાથી સારી તબીબી સારવાર સેવા સરહદી વિસ્તારના બીમાર લોકોને મળી રહી છે પરંતુ હોસ્પિટલના મેનજમેન્ટ અને જગ્યાનો અભાવ હોવાથી હાલમાં કોરોના જેવી મહામારીમાં બીમાર દર્દીઓની સારવાર આપવાના દરવાજે ધક્કામુક્કી સાથે ભીડ જોવા મળી રહી છે
સરહદી વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં તાવ મેલેરિયા, ઝાડા, ઉલટી,શરદી ખાંસી, ડેન્ગ્યુ, સહિત મચ્છર જન્યથી વાયરલ જેવી બીમારી વકરતી હોય છે ત્યારે દર વર્ષના ચોમાસાની ઋતુમાં બીમાર દર્દીઓથી હોસ્પિટલ ઉભરાતી હોય છે તેવા સમયે તબીબો સહિત હોસ્પિટલનો સ્ટાફ રાત દિવસ ખડેપગે રહી તેઓની ફરજ બજાવે છે પરંતુ પૂરતા સ્ટાફ સામે હોસ્પિટલમાં જગ્યાનો અભાવ હોવાથી બીમાર દર્દીઓ અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ થતું હોય છે જેથી સત્વરે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવે તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠી છે
બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલ પણ આ બાબતે રસ દાખવી તેઓના મત વિસ્તારમાં રહેલી દરજ્જાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સુધારો કરે તેવું સારવાર લેવા આવેલા દર્દીઓના મુખે જણાવી રહ્યા હતા……

Leave A Reply

Your email address will not be published.