ગુજરાત ભરમાં સુપ્રસિદ્ધ બનાસકાંઠાના લાખણી તાલુકાનું ગેળા હનુમાનજી મંદિરે દિવસે ને દિવસે હનુમાન ભક્તોનો દર્શનમાં વધારો થઈ રહ્યો છે..
રિપોર્ટર: કિર્તીભાઈ નાઈ બૌદ્ધિક ભારત લાખણી
ત્યારે લાખણીથી ગેળા સુધી પાંચ કિલોમીટર સિંગલ રોડ આવેલ છે અને વધુ વરસાદના કારણે રોડ ઉપર રેતની ડેમરીઓ આવી ગઈ છે રાત્રિના સમયે તેમ જ દિવસે હજારો ભક્તોને પદયાત્રા તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ આકસ્મિક ઘટનાઓ ના ઘટે તે હેતુથી તંત્ર દ્વારા રોડ પર આવેલ રેતની ડમરીઓ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે કોઈ રાહદારી તેમજ વાહનચાલકોને આકસ્મિક ઘટના ન ઘટે ગુજરાત ભરમાં હજારો કરોડો રૂપિયાના ખર્ચે હાઇવે રોડો બનાવવામાં આવે છે જો તંત્ર દ્વારા લાખણીથી ગેળા સુધી રોડ પહોળો કરવામાં આવે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો ન આવે થરાદ તેમજ દિયોદરના ધારાસભ્યશ્રીઓએ સાથે મળીને જો આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવે તો હનુમાનભક્તો માટે તેમજ રાહદારીઓ માટે કોઈ મુશ્કેલી વેઠવાનો વારો પણ ના આવે ધારાસભ્યશ્રીઓ તેમજ તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે જો આ લોકહિત માં નિર્ણય લેવામાં આવે તો આગામી સમયમાં કોઈ અકસ્માત જેવી કોઈ ઘટના ઘટે પણ નહીં ..



