ભિલોડા તાલુકાના રાયપુર ગામના દીકરી કુ. શીતલ રાજુભાઈ ભગોરા ને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યનિવર્સિટી દ્વારા પીએચ.ડી ની ડીગ્રી એનાયત કરી
રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ભિલોડા
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ભિલોડા તાલુકાના રાયપુર ગામના દીકરી કુ. શીતલ રાજુભાઈ ભગોરા એ આર્ટસ કોમર્સ કોલેજ હિંમતનગર ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.દિનેશ પટેલીયા ના માર્ગદર્શન હેઠળ “રવીન્દ્ર પારેખનું ગદ્ય સાહિત્ય : એક અધ્યયન” વિષય પર સંશોધન કરી મહાશોધનિબંધ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યનિવર્સિટીમાં સબમિટ કરતા યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી ની ડીગ્રી એનાયત કરી છે. કુ.શીતલ ભગોરા નાનપણથી જ વાર્તા – નવલકથાનો વાંચનરસ ધરાવે છે. તેઓની સિદ્ધિને વિસ્તારના સૌ એ ગર્વ સાથે આવકારી બિરદાવી હતી.