Publisher Theme
I’m a gamer, always have been.

હાલોલ ટાઉન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને કંજરી રોડ ખાતેથી ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડ

0 37

રિપોર્ટર દીપક તિવારી બૌદ્ધિક ભારત પંચમહાલ

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ જિલ્લા પંથકમાં વિવિધ ગુનાઓ આચરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમના પીએસઆઇ બી.એમ.રાઠોડને બાતમી મળી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથકના વર્ષ 2017 ના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી સુરેશભાઈ ભોળીયાભાઈ ઉર્ફે ધાનકાભાઈ રાઠવા, રહે,કોલ બોકડિયા તા.જી. છોટાઉદેપુરનાઓ હાલમાં હાલોલના કંજરી રોડ ખાતે ઉભો છે જે ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીવાળા સ્થળે પહોંચી આરોપી સુરેશભાઈ રાઠવાને ઝડપી પાડ્યો હતો જેમાં ઝડપાયેલા આરોપી સુરેશભાઈ રાઠવાને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે હાલોલ ટાઉન પોલીસ મથકે આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત સોપ્યો હતો

Leave A Reply

Your email address will not be published.