રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાના ત્રણ મુખ્ય માર્ગો પર ગુરુવારે પાલિકા દ્વારા વેપારીવાસ રોડ પરના 15 દબાણદારોના ઓટલા-શેડ દૂર કર્યા હતા.પાલિકાના વહીવટદાર મામલતદાર સાજનભાઈ મેરે ત્રણ મુખ્ય માર્ગો પર મુખ્ય રસ્તા પર અડચણ કરતા અંદાજે 200 ઉપરાંત દબાણદારોને એક સાથે નોટિસો આપી હતી. જેના ભાગરૂપે ધાનેરા-નેનાવા રોડ સહિતના માર્ગો પરથી દુકાનદારોએ જાતે દબાણ દૂર કર્યું હતું. તો બીજી તરફ વેપારીવાસ રોડ, જૂની સ્ટેટ બેંક તરફ જતા રસ્તા પર મોટા પ્રમાણમાં માસની દુકાનો ધમધમી રહી છે. જેઓએ દુકાન આગળ પણ મોટા પ્રમાણમાં દબાણ કર્યું છે. જે દબાણદારોને નોટિસ આપ્યા બાદ ગુરુવારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાઈ હતી. જો કે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થાય એ પહેલાં અમુક વેપારીઓ જાતે પતરાના શેડ દૂર કરવામાં લાગી ગયા હતા.વહીવટદાર સાથે પાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારી સહિત નગરપાલિકાની ટીમે 15 દુકાનો આગળનાં ઓટલા તેમજ શેડ દૂર કર્યા હતા.નગરપાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ ફેલાયોહતો અને અન્ય દબાણો કેમ દૂર કરાતા નથી તેવા આક્ષેપો કર્યા હતા.