પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં બાઇકની ચોરીના કિસ્સા વધી જતાં એલસીબી પોલીસ ધાનેરામાં પેટ્રોલિંગ કરી હતી. એલસીબી પાલનપુરના ડી.આર.ગઢવી સ્ટાફ સાથે ધાનેરામાં બુધવારે વાહનોના ગુનામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતાં કાળુભાઇ ફુલાંજી રાજપુત (રહે.સુદામાપૂરી,મુ. ધાનેરા) અને રાહુલભાઇ રામાભાઇ તુરી (બારોટ) (રહે.શ્રીનાથ સોસાયટી, મુ.ધાનેરા) ને ચોરીના બે બાઇક સાથે ઝડપી લીધા હતા. આ બાઇક ચોરોએ ધાનેરા અને ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આમ વધુ બાઈક ચોરી માટે રિમાન્ડ મેળવવા એલસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.