રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા નગરપાલિકા પાસે આવેલ પોલીસ ચોકી ઘણા સમયથી બંધ પડી છે. આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોઇ તે ફરીથી ચાલુ કરવા ધાનેરા માર્કેટના ચેરમેને મામલતદારને લેખિત જાણ કરી હતી.ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન વિરાલભાઈ પટેલએ મામલતદાર ધાનેરાને પત્રથી ધાનેરા પોલીસ સ્ટેશન નવીન બનતા થરાદ હાઇવે પર જવાથી ધાનેરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ ઓછું થવાથી નગરપાલિકા વિસ્તારમાં અસામાજિક તત્વોનોવધારો થયો છે. તેમજ અસામાજિક તત્વો ઘર્ષણમાં ઉતરી ખુલ્લેઆમ ઝઘડતા જોવા મળે છે. આમ આજુબાજુ નાના-મોટા વેપારીઓ, શાળાએ જતા બાળકો તથા જાહેરમાર્ગ ઉપર જતી આમ જનતા, મહિલાઓ પસાર થતા ડર અનુભવે છે. તો નગરપાલિકા વિસ્તારમાં બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી.