ધાનેરાના સરાલ રોડ પર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો,નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના સરાલ રોડ પર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવતા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ ઘટનાએ પહોંચી હતી અને આરોગ્યની ટીમ દ્વારા મેડિકલ વેસ્ટ ના સેમ્પલો લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અનેકવાર મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવાના બનાવો સામે આવતા હોય છે જેમાં ધાનેરાના સરાલ રોડ ઉપર મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ નો જથ્થો ફેકવામાં આવ્યો છે આ જથ્થાની અંદર ઇન્જેક્શનની સીરીજો, ઇન્જેક્શનની ખાલી બોટલો, ઇન્જેક્શન અને એક્સપાયર થયેલી દવાઓ મળી આવી છે ધાનેરા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલો પણ લેવામાં આવ્યા છે સ્થાનિક લોકોની માંગ છે કે મેડિકલ વેસ્ટ ફેકનાર પર કડક કાર્યવાહી કરવામાં આવેમેડિકલ વેસ્ટ ખાવાથી અનેકવાર પશુઓના પણ મોત નીપજે છે . મેડિકલ વેસ્ટ જે જગ્યા પર ફેંકવામાં આવ્યો છે તેની આજુબાજુ અનેક ખેતરો આવેલા છે અને ખેતરોમાં રહેતા બાળકો માટે પણ આ જ રસ્તો હોવાથી મેડિકલ વેસ્ટ લોકોના આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે.
