રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાના રસ્તા પૈકી તેમજ અન્ય દબાણો બાબતે દબાણ સર્વે કરીને તમામ દબાણદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેનો સમય પૂરો થતાં તમામ દબાણદારો સોમવારે નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા અને વહીવટદાર તેમજ મામલતદારને દબાણો ન હટાવવા માટે વિનંતી કરી હતી. જેથી મામલતદારએ દબાણની આગળ રાખેલ શેડ હટાવી લેવા માટે જણાવ્યું હતું.
સોમવારે તમામ દબાણદારો પાલિકા કચેરીમાં પહોંચ્યા હતા અને પોતાના દબાણો ન હટાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમજ દિવાળી પહેલા આ લોકોની દિવાળી ન બગડે તે માટે રાજકીય લોકોએ પણ વિનંતી કરી હતી. જેથી ધાનેરા મામલતદારએ આ દબાણદારોને દુકાનની આગળ કરવામાં આવે ઓટલા તેમજ પતરાના બનાવેલ શેડ રવિવાર સુધીમાં હટાવી લેવા માટે ચેતવણી આપી હતી. જેથી તમામ દબાણદારોએ મામલતદારને પોતાના આગળના દબાણો હટાવી લેવા માટેની ખાતરી આપી હતી અને રવિવાર સાંજ સુધીમાં આ તમામ દબાણો હટાવી લેવામાં આવશે મામલતદાર સાજન મેરએ જણાવ્યું હતું કે ઓટલાને શેડ ઉતારી લેવા માટે જાણકારી આપવામાં આવી છે તેમજ તે સિવાય ગંજ રોડ, ડીસા રોડ તેમજ ગણપતિ મંદિર રોડ તરફના દબાણો હટાવવામાં આવશે.