રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરામાં ફૂડ વિભાગે કેટલીક દુકાનોમાંથી ઘી અને રાયડા તેલના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થ લેબમાં મોકલ્યા
ધાનેરામાં ફૂડ વિભાગે ઘી અને રાયડા તેલના સેમ્પલ લીધા છે. સમગ્ર જિલ્લામાં અખાધ ચીજ વસ્તુઓના વેચાણની બુમરાળ બાદ ફુડ વિભાગે ધાનેરા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરામાં ફૂડ વિભાગે 5 જેટલા સેમ્પલ લીધા હતા. તેમજ સેમ્પલ લઇ અને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.
ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા આવનાર તહેવારોને લઈ જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવાના છે.બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં અંબાજી ખાતે લેવામાં આવેલા મોહનથાળમાં વપરાતા ઘી સેમ્પલ ફેલ થયા બાદ જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધાનેરા વિસ્તારમાં ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતા અલગ અલગ સ્થળો પરથી તેલ તેમજ ઘી ના કુલ પાંચ સેમ્પલો લઈ લેબમાં પરીક્ષણ અર્થ મોકલ્યા છે.

આવનાર તહેવારોને લઇ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવાની છે. આ અંગે ફૂડ અધિકારીએ જણાવ્યું હતું કે, ધાનેરામાં પાચ સેમ્પલ લીધા છે. ત્રણ રાયડા તેલના અને બે ઘીના સેમ્પલ લેવામાં આવ્યાં છે. આવનાર તહેવારમાં મીઠાઈ, ફરસાણ, નમકીનની તપાસ કરવામાં આવશે અને સ્પેશલ ડ્રાઇવ પણ કરવામાં આવશે.