રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના એક રહેણાંક મકાનમાં વિધર્મી તબીબ હિન્દુ યુવતી સાથે રહેતા સ્થાનિક રહીશોએ પોલીસને લેખિત રજૂઆત કરી હતી. ધાનેરા પોલીસે આ મામલે યુવતીના પરિવારજનોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા મુસ્લિમ તબીબ સોસાયટીમાં ભાડે મકાનમાં હિન્દુ યુવતી સાથે રિલેશનશિપમાં રહેતા સોસાયટીના રહીશોમાં નારાજગી વ્યાપી હતી. અને સોસાયટીના રહીશોએ સામૂહિક સહીઓ કરી લેખિત રજૂઆત કરી પોલીસને સોંપ્યા હતા. જોકે પોલીસે બંને પુખ્ત હોવાનું કારણ આગળ ધરી કોઈ ઠોસ કાર્યવાહી કરી ન હતી.જો કે રહીશોએ આક્ષેપ કર્યો હતો કે આ તબીબ અવારનવાર યુવતીઓને ભાડાના મકાનમાં લાવે છે. અમારી સોસાયટીના બાળકો ઉપર ખરાબ સંસ્કાર ન પડે તે માટે કાર્ય કરવા સોસાયટીના સભ્યોએ ગોવિંદભાઇની આગેવાનીમાં લેખિત અરજી આપી હતી. રહીશોએ જણાવ્યું કે “ભવિષ્યમાં કોઈ ખરાબ બનાવ ન બને તેની તકેદારી રાખીને અમે પોલીસને જાણ કરી છે. ધાનેરા પીઆઇ એ.ટી.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ ડોક્ટર સામે અટકાયતી પગલા લીધા છે.