બનાસકાંઠા ગૌ રક્ષકો દ્વારા એક જ અઠવાડિયામાં અબોલ પશુઓને ભરીને કતલખાને જતી 3 ગાડીઓ પકડી પાડવામાં આવી.
એક જ અઠવાડિયામાં 73 જેટલા અબોલા પશુઓને મોતના મુખમાંથી બચાવાયા..
બનાસકાંઠા ગૌ રક્ષકો દ્વારા એક જ અઠવાડિયામાં 3 ગાડીઓ અબોલ પશુઓ ભરીને કતલખાને જતી ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડવામાં આવી હતી.ત્યારે એક જ અઠવાડિયામાં બધા ગૌ રક્ષક ભાઈઓના સાથ સહકારથી 73 જેટલા અબોલ પશુઓને કતલખાને જતા એટલે કે મોત ના મુખમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે પહેલી ગાડી નં GJ 02 XX 7120 જે તારીખ.16/09/2021 ના રોજ 40 જેટલા ખીચોખીચ પાડાઓ ભરેલી ગાડી વોચ ગોઠવીને પાલનપુર ના અમદાવાદ હાઇવે ના છાપી સહકાર હોટેલ પાસેથી પકડી પાડવામાં આવી હતી,જ્યારે બીજી ગાડી નં GJ 18 AX 2493 જે 17/09/2021 ના રોજ દાંતીવાડા તેમજ પાંથાવાડા ના ગૌ રક્ષકો દ્વારા 6 જેટલા અબોલ પશુઓને વાછડાલ ગામ માંથી પિકઅપ ડાલું પકડી પાડવામાં આવ્યું હતું અને ત્રીજી ગાડી નં RJ 19 GD 3567 જે તારીખ 21/09/2021ના રોજ રાજસ્થાનથી સુરત કતલખાને જવાની છે જેની જાણ ગૌ રક્ષક એવા હિમાલયભાઈ ને થતાં બનાસકાંઠા ના દાંતીવાડા તેમજ પાંથાવાડા ના ગૌ રક્ષકો દ્વારા અમીરગઢ થી પાલનપુર સુધી ગાડીનો પીછો કરીને પાલનપુર એરોમા સર્કલ નજીક થી પકડવામાં આવી હતી જેમાં 27 જેટલા પાડાઓ ખીચોખીચ ભરેલા અને પગેથી માથા બાંધેલા જોવા મળ્યા હતા.જેમાંથી 1 પાડાનું તો મૃત્યુ પણ થઇ ગયું હતું..આમ એક જ અઠવાડિયામાં ગૌ રક્ષકો દ્વારા 73 જેટલા અબોલ પશુઓને મોત ના મુખમાં જતા બચાવવામાં આવ્યા હતા..જેમાં
ગૌ રક્ષકો નો સારો એવો સાથ સહકાર મળ્યો હતો,જેમાં
હિમાલય ભાઈ મલોસણીયા
મયુરભાઈ ઠક્કર, મદનલાલ શાહ ,મનીષ ભાઈ ભાટ,દિનેશ ભાઈ ચોધરી, જયેન્દ્ર સિંહ વાઘેલા,જીગર ભાઈ કાનાણી,
અંકુર ભાઈ પટેલ,ચિંતન ભાઈ પટેલ,રમેશ ભાઈ ચોધરી,રોનક ભાઈ ઠક્કર,
હરેશ ભાઈ ચોહાણ ચોટીલા,
સુરેશ ભાઈ ચોધરી,ભાવેશ ભાઈ ચોધરી, તેમજ અબોલ જીવોની ના સંવેદના મીડિયા તંત્રી સેન્જલ ભાઈ મહેતા નો પણ ખુબ સારો સહયોગ રહયો હતો.અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટાફના નો પણ બહુ સારો સાથ સહકાર રહ્યો હતો.