ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતાં પશુઓની સમસ્યાને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં લેખિત કે મૌખિકમાં રજુઆત કરવામાં આવે છે છતાં આજદીન સુઘી નગરપાલિકા દ્વાર કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથીॅ જેથી શહેરના રાજમાર્ગો પર અને સોસાયટીઓમાં ઠેરઠેર ગાય અને આખલાઓ અડીંગો જમાવીને બેઠેલા નજરે પડી રહ્યા છે ત્યારે સિનિયર સિટીઝન અને નાના બાળકો ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ રખડતાં પશુઓને કારણે જીવ ગુમાવ્યા છે તો કેટલાય લોકોએ અપંગતા ધારણ કરી છે જેને લઇને આજે ડીસા આમ આદમી પાર્ટીના ૧૧ જેટલાં જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેક્ટરની કોર્ટમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને ડીસા ડીવાયએસપી સહીત શહેર મામલતદાર સામે આજે ૧૩૩ કલમ મુજબની ફરીયાદ નોંધાવી છેે.