રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા નગરપાલિકા ખાડા પૂરવાની તસ્દી લેતું નથી, પૌરાણિક વાવ અને મંદિરની બાજુમાં ગંદકીથી દુર્ગંધ મારતા લોકોમાં આક્રોશખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં નગરપાલિકા કચેરી થી પ્રજાપતિ કલ્પેશભાઈ ના ઘરનીસામે ઊંડા ખાડા પડ્યા છે તેમ જ ઞટરના ઢોકણા તૂટી ગયા છે તેને રીપેર કરવામાં આવતા નથી ખાડા ઓ રિપેર કરાતા નથી અને રોડની બાજુમાં ઞટરો ગંદા કચરા થી ખદબદી રહી છે, ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં નગરપાલિકા ની હદમાં ચક્કી પાસે ગટરના ઢોકળા તૂટી ગયા છે જૂની લાયબ્રેરી આગળ મોટા ખાડા પડ્યા છે અને પાણી નીકળતું હોય છે તેમ જ ગટર અડધી તુટી જવાથી રોડ પર નાનો થઈ ગયો છે આ રોડ ઉપર ખાડા હોવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ગઈકાલે ચક્કી પાસે વળાકમાં ગટરનું ઢાંકણું તૂટી જવાથી મોટો ખાડો પડ્યો છે જેના કારણે આ ખાડામાં એક વાહન ચાલક પડી જતા બેઠેલા બંને બંને જણા ની ઈજા પહોંચી હતી તો તેના જવાબદાર કોણ નગરપાલિકાના અધિકારીઓ એસીમાં બેઠા હોય તો બહાર આવે નગરપાલિકામાં વહીવટદાર નિમાવ્યા પછી વહીવટદારજ નગરપાલિકામાં ન મળતા હોય તો આ પ્રજા કોના ભરોસે નગરપાલિકામાં જઈને કયા અધિકારીને મળે તો આનો નિવાડો આવે શું નગરપાલિકા આ ખાડાઓ થી મોટી જાનહાની રાહ જોઈ રહી છે કે શું? આ ખાડાઓ ઞટરની બાજુમાં અધતન પૌરાણિક વાવ આવેલી છે તેમજ બ્રહ્માજીનું મંદિર આવેલું છે અને બાજુમાં રાધે કૃષ્ણનું મંદિર આવેલું છે લોકો દૂર દૂરથી આ ઐતિહાસિક વાવ અને પૌરાણિક મંદિરો જોવા આવે છે મંદિર હોવા છતાં ગામમાં ખાડાઓ અને ગટરો ગંદકીથી ખદબધી રહી છે નગરપાલિકામાં લોકોએ વારંવાર રજૂઆતો કર્યો હોવા છતાં આ ખાડાઓ પૂરવા કોઈ તસ્તી લીતુ નથી શું? આ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા ગામ વિસ્તારનો વિકાસ અધુરો કેમ સ્ટેશન વિસ્તારમાં ડામર રોડ અને આરસીસી રોડ બન્યા પણ ગામ વિસ્તારમાં કેમ ન બનવા પાછળનું કારણ શું? શું ગ્રામવિસ્તાર વાળા વેરો ભરતા નથી કે શું તો ગામ વિસ્તારને અન્યાય કેમ કરવામાં આવે છે