રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા
આજરોજ નામ.સરકારશ્રી અને શિક્ષણ વિભાગ ના આયોજનાનુંસાર શ્રી ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ પ્રા.શાળા માં એસ.એમ.સી સભ્ય જીગ્નેશભાઈ ના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023-24 નો ખુબ સુંદર કાર્યક્રમ યોજાયો. બાલવાટીકા માં પ્રવેશ મેળવ્યો અને બાળકો આંગણવાડી માં પ્રવેશ મેળવ્યો. તથા શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે એસ.એમ.સી જીગ્નેશ ભાઈ તેમજ ગામના આગેવાન મુકેશભાઈ ,ગોવિંદભાઈ, ગુલાબસિંહ બાપુ તથા તાલુકાહેલ્થ ઓફિસર ,આરોગ્ય સ્ટાફ,આંગણવાડી સ્ટાફ. શાળા પરિવાર અને વાલી સમુદાય હાજર રહ્યો હતો અને વૃક્ષારોપણ કર્યું હતું. એસ.એમ.સી. જીગ્નેશભાઈ દ્વારા સમગ્ર શાળા પરિસર ની મુલાકાત લઈ સુંદર કામગીરી માટે સૌ સ્ટાફ પરિવાર ને અભિનંદન આપ્યા…..