લાખણી ખાતે આવેલી શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી ઉદ્દીશા પ્રકલ્પ અને સાંસ્કૃતિક સેલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રોફે. એમ. એ. વાઘેલાએ સ્વાગત પ્રવચન અને કૉલેજના ટ્રસ્ટી તેજાભાઈ એન,પટેલે ઉદ્દઘાટન પ્રવચન આપીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કૉલેજમાં ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ ગીત સ્પર્ધામાં ૧ર વિદ્યાર્થીઓેએ, વક્તવ્ય સ્પર્ધામાં ૧૦ વિદ્યાર્થીઓએ, ક્વિઝ સ્પર્ધામાં ૮૦ વિદ્યાર્થીઓએ અને નિબંધ સ્પર્ધામાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કૉલેજના પ્રમુખ બળવંતભાઈ વી. ચૌધરી,ટ્રસ્ટીશ્રીઓ તેજાભાઈ એન. પટેલ, વિનોદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને સુરેશભાઈ ચૌધરી સહિત સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.