
રાહ ગામે રાહ માર્કેટયાર્ડ શ્રી અખિલ આંજણા ચૌધરી પટેલ યુવા મંડળ બનાસકાંઠા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો તારીખ 2/10/2021 ના રોજ રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાના બ્લડ બેંક ના ડો.શંકરભાઈ શહેરના મણીતા રક્તદાન વિશે ખાસ વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા.આ ડોક્ટરે યુવા મિત્રોને સમજાવ્યું હતું કે રકતદાન એ શ્રેષ્ઠદાન છે તેનાથી કોઈ જરૂરીયાતમંદ લોકોને મદદ કરી એમની જિંદગી બચાવી શકાય છે. રકતદાન કરવાથી આપણા શરીરને કોઈ જ હાનિ થતી નથી.એક વ્યક્તિ દર ત્રણ માસે 250 મિલી જેટલું રક્તદાનમાં આપી શકે છે. યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. 111 બોટલનું રકતદાન આપ્યું હતું રાહ ગામની માર્કેટયાર્ડ ની અંદર ઠેર ઠેર રક્તદાનની સમજણ આપવા પોસ્ટરો લગાવ્યા હતા.તેમાં રક્તદાન શ્રેષ્ઠદાન, રક્ત આપો જીવન બચાવો અને રક્તદાન મહાદાન જેવા અનેક સુત્રો લખેલા હતા. રક્તદાન કરનાર દરેક યુવા મિત્રોને ચા અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. કેટલાક યુવાનો રક્તદાન અંગે પોતાના જાત અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમને અંતે કાર્યક્રમની સફળતા બદલ ઉપસ્થિત પ્રમુખ ગણેશભાઈ. વી, મહામંત્રી હમીરભાઈ. એચ, ઉપ-પ્રમુખ દાનાભાઈ.પી, ગોમાંભાઇ.કે, ખજાનીય કાનજીભાઈ.એચ, સહમંત્રી ભાવાભાઈ.જી, ખેગારભાઈ.એચ.મી કનવિર કમલેશભાઈ.એચ, જિલ્લા ડેલીકેટ મોગીલાલ,હેમરાજભાઈ ,તેજાભાઈ ,લક્ષમનભાઈ, ધુડાભાઈ,મદનલાલ તથા તથા ગામના યુવાનો નો આભાર માન્યો હતો.