ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કુશળ સંગઠક શ્રી સી આર પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે મહિલાઓ માટે વિના મૂલ્યે બ્લડની તપાસ તથા આયુષ વિભાગ દ્વારા આર્યુવેદિક – હોમિયોપેથીક મેડિકલ કેમ્પ નું આયોજન
રિપોર્ટર વિજય ભાઈ ઠક્કર ગાંધીનગર
પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કુશળ સંગઠક શ્રી સી આર પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ જમાલપુર ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી ભૂષણ ભટ્ટ દ્વારા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી, મહિલાઓ માટે વિના મૂલ્યે બ્લડની તપાસ તથા આયુષ વિભાગ દ્વારા આર્યુવેદિક – હોમિયોપેથીક મેડિકલ કેમ્પ અને નિષ્ણાત તબીબો દ્વારા મોતીયા ઝામર અને આંખોના નંબરની તપાસ નો આઈ કેમ્પ, યુનાઇટેડ કોપરેટીવ બેંક રાયપુર ચકલા પાસે, આજરોજ સવારે 10 થી 2 દરમિયાન યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં શ્રી ભૂષણ ભટ્ટ તથા ખાડિયાના રાકેશ ભાવસાર બહેરામપુરાના હરીશ મકવાણા અને જમાલપુરના પરસોતમ ચાવડા તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
