રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
દિયોદરની લીલાધર શાળાના લંપટ શિક્ષકની બદલી ધાનેરાના છીંદીવાડી પ્રા.શાળામાં કરવામાં આવી હતી. જેની સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવી શાળાને તાળાબંધી કરી હતી. દરમિયાન શિક્ષણ વિભાગે આ શિક્ષકને શાળામાં હાજર નહી કરવાનો નિર્ણય લેતાં મંગળવારથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દિયોદર તાલુકાના લીલાધર પ્રા.શાળાનો લંપટ શિક્ષક બિપીનભાઇ ગુજરાલ વિધાર્થિનીઓને મોબાઇલમાં અશ્વિલ પિકચર બતાવતો હોઇ તેની બદલી ધાનેરા તાલુકાના છીંદીવાડી પ્રા.શાળામાં કરાઇ હતી. જોકે, ગ્રામજનોએ તેનો વિરોધ કરી શાળાને તાળાબંધી કરી દીધી હતી. આ અંગે શાળાના આચાર્ય મહાદેવ ભાઇએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગે વિવાદિત શિક્ષકને છીંદીવાડી શાળામાં હાજર ન કરવાનો નિર્ણય લીધો છે. વિવાદનો અંત આવતા મંગળવારે શાળામાં 80 ટકા જેટલી બાળકોની હાજરી નોંધાઈ છે.અને શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે.
