રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ થયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો, પોલીસે બે બાઈક સાથે એકની અટકાયત કરી ધાનેરા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાનાઓએ મીલ્કત સંબધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પાલનપુરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર તેમજ એચ.કે.દરજી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમીયાન બાતમી હકીકત મેળવી પ્રકાશભાઇ ગેનારામ ગોદારાને ઝડપી તેની પાસેથી બે બાઈક ડીટેકટ કરી હતી. આરોપી પ્રકાશભાઇ ગેનારામ ગોદારા ની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
