બૌદ્ધિક ભારત ની નવી પહેલ – અમારું ગામ અમારી સમસ્યા
અનેક પ્રશ્નોથી ઘેરાયેલું કપડવંજ તાલુકાનું ચિખલોડ ગામ
કપડવંજ તાલુકામાં આવેલું ચિખલોડ ગામ જે પાચ હજાર થી વધુ વસ્તી ધરાવતું ગામ છે, જે ગામમાં અનેક પ્રશ્નો છે?
રિપોર્ટર: સુરેશભાઈ પરમાર બૌદ્ધિક ભારત કપડવંજ
કપડવંજ તાલુકામાં આવેલું ચિખલોડ ગામ જે પાચ હજાર થી વધુ વસ્તી ધરાવતું ગામ છે, જે ગામમાં અનેક પ્રશ્નો છે? જે ગામમાં ગામ લોકો સહેલાઈથી સુવિધાઓ મેળવી શકતા નથી, જ્યારે (૧) આ ગામ ને કેશુબાપા ની સરકાર વખતે ગોકુળિયા ગામ તરીકે સન્માન પુરસ્કાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે અત્યાર હાલ ની પરિસ્થિતિ માં એ માનું એક પણ ચરિત્ર ગુણો નથી , (૨) બીજું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ સંતો દ્વારા લીંબડા વાળું ગામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. (૩) એવું પણ કહેવાય છે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ નું ચિખલોડ ગામ મોસાળ પણ થાય છે. (૪) આ ચિખલોડ ગામમાં ઐતિહાસિક પુરાણી વાવ પણ આવેલી છે જે રજવાડા સમય માં આ વાવ લાખા વણઝારા એ એક રાત માં આ વાવ ખોદી ને પાણી પીધું હતું (૫) આ ગામ એક સમયમાં ચિકા રબારી નું પણ ગામ કહેવાય છે ચીકા રબારી ના નામ પરથી ચિખલોડ ગામ નું નામ પાડવામાં આવ્યું હતું. અને ચિકલય માતાજી નું મંદિર પણ આવેલું છે. જ્યારે આવા અનેક પુરાવા ધરાવતું આ ગામ છે તો આજ ગામમાં એટલા બધા ભ્રષ્ટાચાર દેખાય રહ્યા છે કે જે નજરે પણ જોઈ શકાય છે

પંચાયત : ચિખલોડ ગામમાં પંચાયત ઘર પણ ખંડેર હાલતમાં માં છે જેનું કોઈ સત્વરે નિરાકરણ દેખાતું નથી, હાલ માં પંચાયતની તમામ કામગીરી જૂની પ્રાથમિક શાળામાં કરવામાં આવે છે
આંગણવાડી – ચિખલોડ ગામમાં આવેલ આગણવાડીઓ ની પરિસ્થિતિ પણ ભય જનક જોવા મળે છે જેનું કોઈ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવતી નથી આંગણવાડી માં ભણતા બાળકો ને પોતાના માથે મોટું મોત જજુમતું દેખાય સહ્યું છે. જેની જાણ અનેક વાર લાગતા વળગતા ઓ ને કરવામાં આવી છે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઇ છે, પીવાના પાણી થી સંડાસ બાથરૂમ જેવી સુવિધાઓ પણ નથી , અત્યારે હાલ તમામ બાળકો જૂની પ્રાથમિક શાળામાં બેસાડી ને ભણાવવા માં આવે છે, જ્યારે આજ પ્રાથમિક શાળામાં એકજ મોટો હોલ છે જેમાં ગ્રામ પંચાયત ની કામગીરી અને આંગણવાડી કેન્દ્ર ચલાવવા માં આવે છે તો ક્યા સુધી આ રીતે ચલાવવા માં આવસે બાળકોના ભણવાના સમયે પંચાયત ની કામગીરી ચાલુ હોય છે ગ્રામ સભા પણ ત્યાજ કરવામાં આવે છે જેનાથી બાળકોના ભણતર માં ભૂલો પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.આ પંચાયત અને તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માગણી.

શૌચાલય – ચિખલોડ ગામમાં દૂધ ની ડેરી ની બાજુમાં જે જાહેર સૌચાલય બનાવવા માં આવ્યું છે તેનું કામ પણ પૂરું કરવામાં આવ્યું નથી જેના પર અનેક પ્રશ્નો ઉભા થાય છે, પ્લાસ્ટર , પાણીની ટાંકી, તળિયું , નળ ફીટીંગ , સંડાસ બાથરૂમ ની તમામ કામગીરી અધુરી છે જેના પર અનેક પ્રશ્નો ઉભા થાય છે
રાજીવ ગાંધી ભવન: આજથી અગિયાર વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાજીવ ગાંધી ભવન જે દરેક તાલુકા ની ગ્રામ પંચાયત માં રાજીવ ગાંધી ભવન બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવા માં આવી હતી , જેમાં માનું એક રાજીવ ગાંધી ભવન કપડવંજ તાલુકાના ચિખલોડ ગામમાં રાજીવ ગાંધી ભવન મંજૂર કરવામાં આવ્યું હતું જે અત્યારે ખંડેર હાલતમાં છે , જેનું કામ જમીન થી આશરે નવ ફૂટ ઊંચું છાદલી લેવર ચણતર કરવા માં આવ્યું છે ત્યાર પછી નું તમામ કામગીરી બાકી છે જે આઠ નવ વર્ષથી ખંડેર હાલતમાં છે અને જંગલી જાળીઓ નું સામ્રાજ્ય બન્યું છે, જો આ રાજીવ ગાંધી ભવન વહેલી તકે બને તો ગ્રામ વાસીઓ ને અનેક લાભો મળી રહે , આની રજૂઆત ચિખલોડ ગામના યુવાન જાગૃત નાગરિક અને દરેક સારા વિચારો ધરાવતા સુરેશભાઈ પરમાર દ્વારા અનેક વાર લાગતા વળગતા ઓ થી માંડીને , ગ્રામ પંચાયત ,તાલુકા પંચાયત , સંસદ અને ધારાસભ્ય, મુખ્ય મંત્રી સુધી આ તમામ ને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઇ છે અને અત્યાર સુધી રજૂઆતો કરતા આવ્યા છે પણ કોઈ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

વાવ: ચિખલોડ ગામમાં ઐતિહાસિક પુરાવા ધરાવતી લાખા વણઝારા એ બનાવેલી વાવ આવેલી છે, આ વાવ નું ભવિષ્ય જોખમમાં મુકાય રહ્યું છે આ વાવ એકજ રાત માં લાખા વણઝારા એ ખોદીને બનાવેલી છે તેવી લોક મુખે ચર્ચા કરવામાં આવે છે, જ્યારે આજ વાવ ખંડેર હાલતમાં ફેરવાય ગય છે જેમાં જંગલી જાળીઓ ઉગી નીકળી છે આની સાફસફાઈ કરવામાં આવે તો એક ઐતિહાસિક પુરાવો તાજો બને આની ફરતે તારા ની બોડર મારવા અને રિપેર કામ સાફસફાઈ માટે લેખિત રજૂઆત ગ્રામ પંચાયત ને કરવામાં આવી હતી તેનું કામ પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી.
વિકાસ ના કામો ની રજૂઆતો: ચિખલોડ ગામમાં અનેક સમસ્યાઓ છે જેમ કે સ્મશાન ગૃહ પણ બનાવેલા થી , બ્લોક ગટર લાઇન નો થી ઉભરાતા પાણી આવી અનેક વાર ઠરાવ માં રજૂઆતો કરવામાં આવી છે તોપણ કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી. ગટર લાઇન માટે છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત માં લેખિત રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. વાય વગા ફળિયા માં પાચ વરસથી ગટર લાઇન બંધ છે જેનું પાણી રોડ પર જાય છે આવા તો અનેક કામો વિકાસ થી વંચિત છે. આ દરેક કામ માં તંત્ર દ્વારા ચકાસણી કરીને કામો પૂરા કરવામાં આવે તેવી લોક માગણીઓ.

આરોગ્ય સુવિધાઓ : ચિખલોડ ગામમાં PHC સેન્ટર છે જેમાં અત્યારે હાલના સ્ટાફ દ્વારા સારી સવલતો આપવામાં આવે છે પણ જો આજ આરોગ્ય કેન્દ્ર માં જો 24 કલાક માટે સારા ડોકટર મૂકવામાં આવે તાવ , માથું, ઉધરસ, બીપી, આવા અનેક પ્રકારના રોગો ના ઈલાજ કરવામાં દરેક ને લાભ મળે અને પ્રાઇવેટ દવાખાને જવું ના પડે .
જો ચિખલોડ ગામનું નામ બદલવામાં આવે તો દરેક સમસ્યાઓ દૂર થાય તેવુ લાગી રહ્યુ છે ચિખલોડ ની જગ્યાએ ચિખડોલ કરવામાં આવે તો મોટામાં મોટો લોડ દૂર થાય છે. જો અમદાવાદ નું નામ કર્ણાવતી કરવામાં આવ્યું હોય , સ્ટેડિયમ નું નામ બદલવામાં આવી હોય તો ચિખલોડ ની જગ્યાએ ચિખડોલ કેમ ના બને.