Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા ના ગાંધીચોકમાં ટ્રાફિકની જટીલ સમસ્યાથી વેપારીઓ રાહદારીઓ હેરાન પરેશાન

0 54

રિપોર્ટર ભરત જોશી તંત્રી બૌદ્ધિક ભારત

ઉત્તર ગુજરાતમાં વેપારી શ્રેત્રે ડીસા શહેર મહત્વનું ગણવામાં આવે છે આને લઈને બનાસકાંઠા તેમજ રાજસ્થાનના લોકો વેપારની ખરીદી માટે ડીસા શહેરમાં આવતા હોઈ દિનપ્રતિ દિન વેપાર ધંધા ને લઈ ને નાના-મોટા વાહનોની અવર જવર રહેતી હોઈ આના કારણે બહારથી આવતા લોકો પોતાના વાહન આમ તેમ મૂકીને ટ્રાફિકને નડતરરૂપ વાહનો રસ્તા વચ્ચે પાર્ક કરતા અવર જવર કરતા લોકોને હેરાન પરેશાન થતાં આ બાબતે વારંવાર સ્થાનિક પોલીસ ને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી અને લોકો મનફાવે તેવી રીતે વાહનો મૂકી દેતાં વારંવાર બોલાચાલી તેમજ ઝગડાના મૂળ થતાં વેપારીઓ તેમજ રાહદારીઓ માં રોષની લાગણી જોવા મળતી હોય છે આ માટે પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા ના સતાધીશો ગાંધીચોક માં ટ્રાફિક ની જટીલ સમસ્યા માટે જાગૃત બનીને રસ્તાઓ ખુલ્લા કરાવી ને લોકો ને પડતી તકલીફો દૂર કરાવવા સજાગ બને તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે તો આ બાબતે ડીસાના ધારાસભ્ય શ્રી નગરપાલિકાના સત્તાધીશો તેમજ પોલીસ તંત્ર આ ટ્રાફિક ની જટીલ સમસ્યા માટે અંગત રસ લઈ ને લોકો ને પડતી મુશ્કેલી તેમજ હેરાન-પરેશાની દુર કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે તો આ માટે ઘટતું કરે તેવો જનમત ઉઠ્યો છે.

Leave A Reply

Your email address will not be published.