Publisher Theme
I’m a gamer, always have been.

દહેગામ પાલૈયા ચોકડી પાસે તિરંગા સાથે ચેન ચારા. દહેગામ નગર પાલિકા મુખ પ્રેક્ષક બની

0 28

નાગજીભાઈ એસ બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ

આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 22 જુલાઈના રોજ ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે આ અભિયાન ત્રિરંગા સાથે અમારું જોડાણ ગાઢ બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે 22 જુલાઈ, 1947ના રોજ જ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. તેણે લખ્યું, ‘આ વર્ષે, જેમ આપણે ‘આઝાદી કા અમૃત’ તહેવાર ઉજવીએ છીએ, ચાલો આપણે ‘હર ઘર તિરંગા’ ચળવળને મજબૂત કરીએ. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તમારા ઘરોમાં તિરંગો ફરકાવો પરંતુ આજે ગણી જગ્યાએ તિરંગા જોવા મળી રહ્યો છે એ પણ દહેગામ જેવા તાલુકા માં દહેગામ પાલૈયા ચોકડી થી મોડાસા રોડ ઊપર તારીખ 18/02/2023 નાં રોજ બપોરે પણ એક કબાડી ની દુકાન આગળ મેન રોડ ઉપર તિરંગો ફરકાવવામાં આવ્યો છે જે તિરંગો લોખંડ ની પાઇપ સાથે તેલના ડબ્બા બાધવામાં આવ્યા અને એના ઉપર દેશની શાન તિરંગો લેહરવામાં આવ્યો આ દ્રશ્ય જોઈને દહેગામ નગરપાલિકાને કોઈ ફરક પડતો નથી કે દુકાનદાને કોઈ ફરક પડતો નથી નગરપાલિકાની આખો ક્યારે ખુલશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જે તિરંગા ને લઈને વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે તે જ તિરંગા નું દહેગામ નગરપાલિકા માં તેલના ડબ્બા બાંધીને અપમાન કરવામાં આવી રહ્યુ છે તો શું નગરપાલિકા આ દુકાનદાર ઉપર પગલા લેશે ખરી ? શું નગરપાલિકા આ દુકાનદાર ને દેશના ઝંડાના અપમાન કરવાથી કોઈ સજા અપાવશે ખરી કે પછી મુખ પ્રેક્ષક બની જોતી રહેશે

Leave A Reply

Your email address will not be published.