“દાંતા પો.સ્ટે. વિસ્તારમાં બનેલ અનડીટેક ખુનનો ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી બનાસકાંઠા-પાલનપુર”
રિપોર્ટર અશ્વિન જાની બૌદ્ધિક ભારત દાંતા
શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડીટેક મર્ડરના ગુનો શોધી કાઢવા સારૂ સુચના કરતા અત્રેની એલ.સી.બી શાખા ખાતે ફરજ બજાવતા શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો દાંતા પો.સ્ટે દાખલ થયેલ અનડીટેક ખુનના ગુના સબંધે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અત્રેની એલ.સી.બી શાખાના અધિકારી/કર્મચારીઓએ આ બનાવ સબંધે ટેકનીકલ તથા ભરોસાના બાતમીદારો મારફતે ખાત્રી તપાસ કરતા આ કામે શકદાર નુરમહંમદ આસમભાઇ મેસાણીયા રહે.રસુલપુરા તા.દાંતા વાળાને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા પોતેજ આ ખુન કરેલાનુ જણાવેલ આ ખુન કરવા પાછળનો હેતુ આ કામે મરણજનાર જયંતીભાઇની પત્ની સવિતાબેન સાથે પાંચેક વર્ષથી પ્રેમ સબંધ હોય અને આ મરણ જનાર પોતાની પત્ની ઉપર વહેમ રાખતો હોય જેથી નુરમહંમદ મેસાણીયા તથા મરણ જનારની પત્ની સવિતાબેન બંન્ને ભેગા મળી આ કામે મરણ જનારને કોઇપણ ભોગે પતાવી દેવાનુ નક્કી કરી ગઇ તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ આરોપી નુરમહંમદ પોતાની સેન્ટ્રો ગાડી લઇ દાંતા ખાતે આવેલ અને દાંતા આવકાર હોટલની સામેથી મરણ જનારને ગાડીમાં બેસાડી પોતાના નારગઢ ખાતે આવેલ ખેતરમાં લઇ જઇ મકાઇના ખેતરમાં તેની સાથે મારપીટ કરી મકાઇના ડોકાથી મરણજનારનુ ગળુ દબાવી મારી નાખી લાશને પોતાના ખેતરમાં રહેવા દઇ રાત્રીના દસ વાગ્યાના સુમારે પોતાના ખેતરમાંથી મરણ જનારની લાશને સેન્ટ્રો ગાડીમાં મુકી અંબાજી હાઇવે ઉપર આવેલ હરીવાવ ગામ પાસે લાશને ફેકી દઇ આવતા જતા સાધનો દ્દારા મરણજનારનુ મોત અકસ્તમાતમાં ખંપાવવાનો ગુનો કરી આજરોજ પકડાઇ ગયેલ છે.

નુરમહંમદ આસમભાઇ જાતે.મેસાણીયા ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે.રસુલપુરા તા.દાંતા
દાંતા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૩૦૦૫૨/૨૦૨૩ IPC કલમ ૩૦૨,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
૧. આરોપી નુરમહંમદનો મોબાઇલ ફોન
૨.ગુનામાં વાપરેલ સેન્ટ્રો ગાડી નં.GJ.24.AF.7928
શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સપેક્ટર
શ્રી પી.એલ. આહીર પોલીસ સબ ઇન્સપેક્ટર
ASI રઘુવીરસિંહ રણજીતસિંહ બ.નં.૯૦૮
ASI મુકેશકુમાર ડાહ્યાભાઇ બ.નં.૯૫
HC રાજેશકુમાર હરીભાઇ બ.નં.૧૦૨૬
PC દલપતસિંહ રતુજી બ.નં.૯૨
PC મહેશભાઇ ધુડાભાઇ બ.નં.૮૪
PC આશીષકુમાર કાનજીભાઇ બ.નં.૧૧૯૧
મરણ જનારની પત્ની સાથે આરોપીને આડા સબંધ હોય અને મરણ જનાર તેઓના પ્રેમ પ્રકરણમાં આડખીલી રૂપ હોય તેનુ કાસળ કાઢી નાખી મોતને અકસ્માતમાં ખપાવવાની કોશીષ કરવાની