Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા ભૂગર્ભ ગટરનાં તૂટી ઢાંકણા, કોઇ ભોગ લે એ પહેલા તંત્ર કાર્યવાહી કરશે ખરા?

0 142

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાના જાહેર રસ્તાપર ભૂગર્ભ ગટરનાં તુટી ગયેલા ઢાંકણા, કોઈનો ભોગ લે એ પહેલાં તંત્ર કાર્યવાહી કરશે ખરા?
ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં તેમજ જાહેર રોડ-રસ્તાઓ પર વરસાદી પાણીના લીધે રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.નજરે પડતા ખાડાઓને લીધે રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ કે રોડ તુટવાથી પડેલા ખાડાઓ અનેક રાહદારીઓ ભોગ બની રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવી નથી. બસ સ્ટેન્ડનીબાજુ જતાં રસ્તા પર ધરણીધર શોપિંગ ની આગળ અવરજવર કરતા લોકો ને સમસ્યાનો સામનો કરવો પડે છે, આજુબાજુના રહીશોનું કહેવુ છે કે આ ખાડાથી અનેક રસ્તે ચાલતા રાહદારીઓ ભોગ બની રહ્યા છે રાત્રે આ રસ્તા પર જો કોઈ રાહદારી કે પશુનો પગ પણ પડે તો ભયંકર નુકસાન થઈ શકે તેમ છે. જો નગરપાલિકાના સત્તાધીશો રોડ પરના ખાડાઓ તેમજ ભૂગર્ભ ગટરના તુટેલા ઢાંકણાંઓ સત્વરે રીપેરીંગ નહી કરાવે તો તંત્રની બેદરકારીને લીધે કોઈ રાહદારી ગંભીર ઈજાઓનો ભોગ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. શુ નગરપાલિકાના સત્તાધીશો રોડ પરના ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ અને રોડ પરના ખાડાઓ પુરાવવાની કાર્યવાહી કરશે ખરા? જે હવે આવનારા સમય માં જ ખબર પડશે..

Leave A Reply

Your email address will not be published.