રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા ખાતે આવેલ મધુસૂદન હોમ્સ સોસાયટી ખાતે વસંપંચમીના દિવસે હવન યોજવામાં આવ્યો હતો જેમાં સોસાયટી ના તમામ રહીશો જોડાયા હતા અને શાસ્ત્રી શ્રી સત્યમજી મહારાજ દ્વારા હવન કરાવવામાં આવ્યો હતો અને હવન પછી પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના જયેશભાઈ પટેલના પરિવાર હવનમાં સહયોગી બન્યા હતા. આ પ્રસંગે બિલ્ડર સુરેશભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.