રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં આડેધડ રસ્તાઓ ઉપર દબાણો થવાના કારણે ટ્રાફિક સમસ્યા મોટા પ્રમાણમાં છે. તેમાં પણ ખાસ કરીને ધાનેરા જુના બસ સ્ટેન્ડથી નેનાવા ત્રણ રસ્તા સુધીમાં રસ્તાની બન્ને બાજુ દબાણ કરીને દુકાનો બનાવી દેવામાં આવેલ છે અને તેના આગળ લારીઓ અને તેના આગળ જીપો ઉભી રહેવાના કારણે 50 ફુટનો રસ્તો માત્ર 10 ફુટ બની ને રહી ગયો છે.
એસ.ટી. બસને તો નિકળવુ પણ મુશ્કેલ બન્યુ છે અને આ બાબતે જાગૃત નાગરીકો દ્વારા અવાર નવાર નગરપાલિકાને લેખીત રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી . વેપારી માંગીલાલ મારવાડીએ જણાવ્યું કે ધારાસભ્ય માવજીભાઇ દ્વારા પાલિકાને કહીને રસ્તો પહોળો કરાવે તેવી તમામ વેપારીઓની માંગ છે.