સુરતના દેસાઈ પરિવારની એન્જિનિયર દીકરીના લગ્ન ન થઈ શક્યા એટલે તેણે સિંગલ મધર બનવાનું નક્કી કર્યું.41 વર્ષની ઉંમરે તે IVF દ્વારા માતા બની છે…..
સુરતમાં આ એન્જિનિયરે દીકરા અને દીકરીને જન્મ આપ્યો છે. 41 વર્ષની ડિમ્પલ અને તેની બહેન રૂપલના લગ્ન એક યા બીજા કારણોસર થઈ શક્યા ન હતા.રૂપલ દુબઈ ગયા બાદ ડિમ્પલ તેના માતા-પિતા સાથે સુરતમાં રહે છે.સૌથી મોટો સામાજિક પડકાર છે, પરંતુ ડિમ્પલ કહે છે કે જ્યારે પરિવાર સભ્યો સંમત થાય છે, તો પછી સમાજ માટે કોઈ ચિંતા નથી.
સુરતની હોસ્પિટલમાં દાખલ ડિમ્પલ દેસાઈએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

બે બાળકોને જન્મ આપીને, ડિમ્પલ સિંગલ મધર બની હોવાથી તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. વાસ્તવમાં સુરતના દેસાઈ પરિવારમાં બે દીકરીઓ છે, એક દીકરી રૂપલ દેસાઈ દુબઈમાં સ્થાયી થઈ છે અને બીજી દીકરી ડિમ્પલ તેના વૃદ્ધ માતા-પિતા સાથે તેમની સેવા કરવા માટે રહે છે.