ધાનેરા ગંજબજારમાંથી એરંડાની 30 બોરીની ચોરી કરનારા 2 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. ધાનેરા ગંજ બજારમાં સુરેશ ટ્રેડીંગ કંપનીના ફડમાં એરંડાની 40 બોરી પડી હતી. 26 ડિસેમ્બરની સાંજે દુકાનદાર પ્રકાશભાઇ પટેલ તેમજ ઘરે ગયા હતા અને સવારે 8-00 વાગે આવ્યા હતા ત્યારે દુકાન આગળના ફડમાં એરંડા વિખરાયેલા પડ્યા હતા અને એરંડાની 40 બોરીઓમાંથી બોરીઓ ઓછી જોવા મળતાં બોરીઓ ગણતા 30 બોરી જોવા મળી ન હતી. જેથી પ્રકાશભાઇ પટેલએ 30 બોરી એરંડા રૂપિયા 1,71,000 ની ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પીઆઈ એ.ટી.પટેલે તપાસ હાથ ધરી હતી. માર્કેટયાર્ડમાં સીસીટીવી ફુટેજ ચેક કરતાં પોલીસને લિંન્ક મળતા તપાસ શરૂ કરી હતી
ચોરી કરનારા અર્જુન નાગજીભાઈ કસનાભાઈ રબારી (રહે.જડિયાલી,તા.લાખણી) અને અનેક ઇસાકભાઈ મુસ્લા (રહે.નાંદલા,તા.લાખણી) ને બુધવારે પકડી પાડ્યા હતા. એરંડા થરાદ ગંજબજારમાં વેચાણ માટે મોકલેલ હોવાથી પોલીસે ત્યાંથી 30 બોરી કબજે લઈ છોટાહાથી ગાડી પણ કબ્જે લીધી હતી.